1,74,25,170 આંક ધરાવતો સૌથી મોટો અવિભાજ્ય આંકડો શોધાયો
જે સંખ્યાને પોતાના વડે અથવા એક વડે ભાગી શકાય તે અવિભાજ્ય
અમેરિકિ પ્રોફેસર કર્ટિસ કૂપરની શોધ
કેન્સાસ સિટી, તા.૮યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ મિસુરીના ગણિતના પ્રોફેસર કર્ટિસ કૂપરે જગતનો સૌથી મોટો અવિભાજ્ય આંકડો શોધી કાઢ્યો છે. જે સંખ્યાને પોતાના જ વડે અથવા એક વડે ભાગી શકાય એવી સંખ્યા કે આંક અવિભાજ્ય આકં કહેવાય. એટલે કે આવા આંકડાના સરખા પૂર્ણાંક ભાગ ન પાડી શકાતા હોય. જેમ કે ૫. ૫ના આંકડાને ૧ વડે અથવા 5 વડે જ ભાગી શકાય. અન્ય કોઈ સંખ્યા સાથે ૫નો ભાગાકાર કરવામાં આવે તો અપૂર્ણાંક જવાબ આવે. પ્રોફેસર કૂપરે પોણા બે કરોડ આંકડા ધરાવતો જગતનો સૌથી મોટો અવિભાજ્ય આંકડો શોધી કાઢ્યો છે. એ આંકમાં કુલ ૧,૭૪,૨૫,૧૭૦ આંકડાઓ આવે છે.આ પહેલા શોધાયેલા અવિભાજ્ય આંકમાં ૧.૩ કરોડ આંકડાઓ હતાં. એ આંકડો અને એની પહેલાનો અવિભાજ્ય આંકડો પણ કૂપરે જ શોઘ્યો હતો. એ રીતે કૂપરને અવિભાજ્ય આંકડો શોધવાની હેટ્રિક મારી છે.
હકીકતે કૂપરને ૨૦૦૮માં જ આ આંકડો મળી આવ્યો હતો. પણ જગત સમક્ષ પોતાની શોધ જાહેર કરતાં પહેલા તેણે બરાબર ખરાઈ કરવી પડે એમ હતી. એટલે કૂપરે કમ્પ્યુટરોની મદદ લઈ પોતે સાચા જ છે એવી ખાતરી કરી લીધી. કમ્પ્યુટરો દ્વારા પણ આ આંકડો ગણવામાં ચાર વર્ષ પસાર થયા હતા. એ કમ્પ્યુટરો ૩,૬૦,૦૦૦ પ્રોસેસરોથી જોડાયેલા હતાં. પરસ્પર જોડાયેલા બધા કમ્પ્યુટરો મળીને દર સેકન્ડે ૧૫૦ ટ્રિલિયન (એક ટ્રિલિયન એટલે ૧૦ પાછળ ૧૨ મીંડા) ગણતરી કરતાં હતા ત્યારે આ આંકડાની માયાજાળ ઉકેલી શકાઈ હતી. કોઈ વ્યક્તિ રોજના ૧૨ કલાક લેખે આંકડો લખવાની શરૂઆત કરે તો તેને આખો આંકડો પુરો કરતાં ૪૦૩ દિવસ જેવો સમય લાગી શકે. જો એ-૪ સાઈઝ (ફૂલ સ્કેપ જેવી)ના કાગળ પર ૧૧ના ફોન્ટમાં આ અવિભાજ્ય આંકડો છાપવો હોય તો કુલ 5319 પાનાંની જરૃર પડે. ગ્રીકના જાણીતા ગણિતશાસ્ત્રી યુકિલિડે એકાદ હજાર વર્ષ પહેલા અવિભાજ્ય આંકડાની થિયરી આપી હતી.
No comments:
Post a Comment